૨ રાજા 4:13 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 એલિશાએ ચાકરને કહ્યું, “તેને પૂછ કે, ‘તેં અમારી આટલી કાળજી કરીને ચિંતા રાખી છે. અમે તારા માટે શું કરીએ? શું તારી એવી ઇચ્છા છે કે રાજા કે સેનાપતિને તારા માટે ભલામણ કરીએ?” તે સ્રીએ કહ્યું, “હું તો મારા પોતાના લોકો વચ્ચે રહું છું.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 તેણે તે [ના ચાકર] ને કહ્યું કે, હવે તેને પૂછ કે, જો, તેં અમારે માટે આ બધી કાળજી ને ચિંતા રાખી છે; તો તારે માટે શું કરીએ? શું તારી એવી ઇચ્છા છે કે રાજાને કે સેનાપતિને તારે માટે ભલામણ કરવામાં આવે?” તેણે ઉત્તર આપ્યો, “હું મારા પોતાના લોકમાં વસું છું.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.13 એલિશાએ ગેહઝીને કહ્યું, “તેણે આપણી ખૂબ સારસંભાળ લીધી છે. ભારે જહેમત ઉઠાવી છે. તો હવે તેના બદલામાં હું તેને માટે શું કરું તે તેને પૂછી જો. હું રાજા કે સેનાપતિ પાસે જઈ તેમને માટે ભલામણ કરું એવી કદાચ તેની ઇચ્છા હોય.” તેણે જવાબ આપ્યો, “હું મારા લોક સાથે વસું છું અને બધી વાતે સુખી અને સંપન્ન છું.” Viz kapitolaપવિત્ર બાઈબલ13 દેવના માંણસે નોકરને કહ્યું, “તું એને એમ કહે કે, ‘તેં અમાંરા માંટે આટલી બધી તકલીફ ઉઠાવી છે તો અમે તારા માંટે શું કરીએ? રાજા કે લશ્કરના સેનાપતિ તારું ધ્યાન રાખે કે તને બીજી કોઇ મદદ જોઇએ છે?’” પણ તે સ્રીએ જવાબ આપ્યો, “હું માંરા પોતાના માંણસો વચ્ચે રહું છું અને હું સુખી છું.” Viz kapitola |