૨ રાજા 23:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 તેણે યહૂદિયાના નગરોમાં તથા યરુશાલેમની આસપાસના ઉચ્ચસ્થાનોમાં ધૂપ બાળવા માટે જે મૂર્તિપૂજક યાજકો યહૂદિયાના રાજાઓએ પસંદ કર્યા હતા તેઓને તથા જેઓ બઆલને, સૂર્યને, ચંદ્રને, ગ્રહોને તથા આકાશના તારામંડળોને માટે ધૂપ બાળતા હતા તેઓને હઠાવી દીધા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 અને યહૂદિયાના નગરોમાં તથા યરુશાલેમની આસપાસનાં ઉચ્ચસ્થાનોમાં ધૂપ બાળવા માટે જે મૂર્તિપૂજક યાજકો યહૂદિયાના રાજાઓએ ઠરાવ્યા હતા તેઓને, તેમ જ બાલને માટે, સૂર્યને માટે, ચંદ્રને માટે, ગ્રહોને માટે તથા આખા જ્યોતિમંડળને માટે જે ધૂપ બાળનારા હતા તેમને પણ તેણે દૂર કર્યાં. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5 યહૂદિયાનાં નગરોમાં અને યરુશાલેમ નજીકનાં સ્થાનોમાં વિધર્મી વેદીઓ પર બલિદાન કરનારા સર્વ યજ્ઞકારો જેમને યહૂદિયાના અગાઉના રાજાઓએ નીમ્યા હતા અને જેઓ બઆલને, તેમ જ સૂર્ય, ચંદ્ર તથા ગ્રહોને અને નક્ષત્રમંડળને બલિદાન ચઢાવતા હતા તે બધાને યોશિયાએ દૂર કર્યા. Viz kapitolaપવિત્ર બાઈબલ5 તેણે યહૂદાના રાજાઓએ, યહૂદાના નગરોમાંના અને યરૂશાલેમની આસપાસનાં ઉચ્ચસ્થાનોમાં ધૂપ અર્પણો કરવા નીમેલા વિધર્મીર્ યાજકોને બરતરફ કર્યા, આમાં બધાં જેમણે બઆલમાં અર્પણો કર્યા હતા તે, સૂર્ય, ચંદ્ર, નક્ષત્રો અને આકાશના બધાં સમૂહોનો સમાવેશ થતો હતો. Viz kapitola |