૨ રાજા 2:15 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 જયારે યરીખોના પ્રબોધકોના દીકરાઓ તેની સામે ઊભેલા હતા તેઓએ તેને જોયો અને કહ્યું, “એલિયાનો આત્મા એલિશા પર ઊતરેલો છે!” માટે તેઓ તેને મળવા આવ્યા અને તેને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 પ્રબોધકોના જે પુત્રો યરીખો આગળ તેની સામે ઊભેલા હતા, તેઓએ તેને જોયો, ત્યારે તેઓએ કહ્યું, “એલિયાનો આત્મા એલિશા પર ઊતરેલો છે.” તેઓ તેને મળવા આવ્યા, ને તેની આગળ જમીન સુધી નમીને તેઓએ પ્રણામ કર્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.15 યરીખોમાંથી આવેલા પચાસ સંદેશવાહકો તેને જોઈને બોલ્યા, “એલિશા પર એલિયાનો આત્મા ઊતર્યો છે!” તેઓ તેને મળવા આવ્યા અને ભૂમિ પર શિર નમાવીને તેને પ્રણામ કર્યાં. Viz kapitolaપવિત્ર બાઈબલ15 યરીખોના પ્રબોધકોના સંઘે તેને દૂરથી જોયો અને કહ્યું, “એલિયાની શકિત એલિશા પર ઊતરી છે.” તેઓ તેને મળવા આવ્યા અને આદરપૂર્વક તેને પ્રણામ કર્યા. Viz kapitola |