૨ રાજા 19:23 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 તારા સંદેશાવાહકો દ્વારા તેં પ્રભુનો તિરસ્કાર કર્યો છે. તેઁ કહ્યું છે કે, ‘મારા રથોના જૂથ વડે હું પર્વતોનાં શિખર પર, લબાનોનના ઊંચા સ્થળોએ ચઢયો છું. તેનાં સૌથી ઊંચા એરેજવૃક્ષોને, તથા તેનાં ઉત્તમ દેવદારનાં વૃક્ષોને હું કાપી નાખીશ. હું તેના સૌથી ફળદ્રુપ જંગલના તથા તેના સૌથી દૂરના પ્રદેશોમાં પ્રવેશ કરીશ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 તારા સંદેશિયાઓ દ્વારા તેં યહોવાની નિંદા કરી છે. તેં કહ્યું છે કે, ‘મારા રથના જૂથ વડે હું પર્વતોનાં શિખર પર, લબાનોનનાં સૌથી અંદરના ભાગોમાં ચઢી આવ્યો છું; તેનાં ઊંચાં એરેજવૃક્ષોને તથા તેનાં ઉત્તમ દેવદારવૃક્ષોને હું કાપી નાંખીશ; અને હું તેના સૌથી છેવાડા ભાગમાં, [તથા] તેના ફળદ્રુપ ખેતરના વનમાં પ્રવેશ કરીશ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.23 તારા સઘળા રથોની મદદથી તેં લબાનોનના સર્વોચ્ચ પર્વતો સર કર્યા છે એવી મારી આગળ બડાશ મારવા તેં તારા સંદેશકો મોકલ્યા. તેં એવી બડાશ મારી કે તેં ઊંચામાં ઊંચા ગંધતરુ અને સુંદરત્તમ દેવદારનાં વૃક્ષો કાપી નાખ્યાં અને તું અતિ ગાઢ જંગલમાં પહોંચી ગયો. Viz kapitolaપવિત્ર બાઈબલ23 તારા નોકરો મારફતે તેં યહોવા વિષે ખરાબ વાતો કરી છે. તેઁ કહ્યું છે કે, “મારા રથો વડે હું પર્વતોના શિખર પર, લબાનોનના દૂરતમ ખૂણાઓમાં ચઢયો છું, તેનાં સૌથી ઊંચા એરેજવૃક્ષોને તથા તેનાં ઉત્તમ દેવદારનાં વૃક્ષોને મેં કાપ્યા; હું જંગલના સૌથી ગીચ પ્રદેશોમાં પ્રવેશ્યો. Viz kapitola |