2 કરિંથીઓ 7:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 અને કેવળ તેના આવ્યાથી જ નહિ, પણ તમારા તરફથી તેને જે દિલાસો મળ્યો હતો તેથી પણ; અને તેણે તમારી મારા પ્રત્યેની મોટી ઉત્કંઠા, તમારો શોક અને મારે વિષે તમારી સઘન કાળજીની અમને ખબર આપી, તેથી મને વધારે આનંદ થયો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 અને માત્ર તેના આવ્યાથી નહિ, પણ તમારા તરફથી તેને જે દિલાસો મળ્યો તેથી પણ. વળી તેણે તમારી અભિલાષા, તમારો શોક, મારે માટે તમારી ઝંખના, એની ખબર પણ અમને આપી; તેથી મને વિશેષ આનંદ થયો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.7 ફક્ત તેના આગમનથી જ નહિ, પણ તમે તેને કેવી રીતે ઉત્તેજન આપ્યું તેથી પણ અમને પ્રોત્સાહન મળ્યું. તેણે મને તમારી ઝંખનાની, તમારા પશ્ર્વાત્તાપની અને તમે મને મળવા કેટલા આતુર છો તે વિષે વાત કરી છે. એનાથી મને ઘણો જ આનંદ થયો છે. Viz kapitolaપવિત્ર બાઈબલ7 તેના આવવાથી અને તમે એને જે દિલાસો આપેલો તેનાથી અમને આશ્વાસન મળ્યું હતું. મને મળવાની તમારી ઈચ્છા વિષે તિતસે મને કહ્યું. તેણે કહ્યું કે તમે જે કર્યુ છે, તે માટે તમે ખૂબ જ દિલગીર છો અને તમે મારી ખૂબ જ દરકાર કરો છો. તે વિષે તિતસે મને કહ્યું. મેં જ્યારે આ સાંભળ્યું ત્યારે, હું વધુ રાજી થયો. Viz kapitola |