૨ કાળવૃત્તાંત 9:12 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 રાજા સુલેમાને શેબાની રાણીને તેણે જે જે માગ્યું હતું તે બધું આપ્યું. ઉપરાંત, રાણી સુલેમાન રાજાને માટે જે ભેટસોગાદ તે લઈ આવી હતી તેટલી જ કિંમતની સમી ભેટ સુલેમાને પણ તેને આપી. વળી તેણે તેની સર્વ ઇચ્છા તૃપ્ત કરી. તે પોતાના રસાલા સાથે પોતાને દેશ પાછી ગઈ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 સુલેમાન રાજાને માટે જે ભેટ શેબાની રાણી લાવી હતી, તેટલી જ કિંમતની સામી ભેટ સુલેમાન રાજાએ તેને આપી, ને તે ઉપરાંત તેણે જે કંઈ માગ્યું તે આપીને તેણે તેની સર્વ ઈચ્છા [તૃપ્ત કરી]. પછી તે પોતાના રસાલા સાથે પોતાના દેશમાં પાછી ગઈ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.12 શલોમોન રાજાએ શેબાની રાણીને તેણે જે જે માગ્યું તે બધું આપ્યું. એ તો રાણીએ તેને જે ભેટો આપી તેનાથી ક્યાંયે વિશેષ હતું. પછી તે પોતાના રસાલા સાથે પોતાના દેશમાં પાછી ફરી. Viz kapitolaપવિત્ર બાઈબલ12 રાજા સુલેમાને શેબાની રાણીને તેણે જે જે માંગ્યું હતું તે બધું આપ્યું. ઉપરાંત, રાણી સુલેમાન માટે જે ભેટસોગાદ લઇ આવી હતી તેટલી ભેટસોગાદો રાજાએ તેને આપી હતી તે જુદી, ત્યારબાદ તે પોતાના રસાલા સાથે પોતાને દેશ પાછી ફરી. Viz kapitola |