૨ કાળવૃત્તાંત 7:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 ઇઝરાયલના સઘળા લોકોએ અગ્નિને ઊતરતો અને ઈશ્વરના ગૌરવને સભાસ્થાન ઉપર સ્થિર થતો જોયો. તેઓએ માથું નમાવીને સાષ્ટાંગ પ્રણામ કરીને સ્તુતિ કરી અને ઈશ્વરનો આભાર માન્યો. તેઓએ કહ્યું, “કેમ કે તે ઉત્તમ છે, તેમના કરારને તે હંમેશા નિભાવી રાખે છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 જ્યારે અગ્નિ ઊતર્યો ને મંદિર ઉપર યહોવાનું ગૌરવ દેખાયુ, ત્યારે સર્વ ઇઝરાયલી લોકો તે જોઈ રહ્યા હતા. તેઓએ ફરસબંધી પર પોતાનાં મુખ ભૂમી સુધી નમાવીને ભજન કર્યું, ને યહોવાની આભારસ્તુતિ કરી, [ને કહ્યું] , “તે ઉત્તમ છે; તેમની કૃપા સર્વકાળ [ટકે] છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.3 આકાશમાંથી અગ્નિ પડતો જોઈને અને મંદિરને ગૌરવથી ભરાઈ ગયેલું જોઈને ઇઝરાયલી લોકોએ ફરસબંધી પર ધૂંટણિયે પડીને પોતાનાં મુખ નમાવીને ભજન કર્યું અને પ્રભુની સ્તુતિ કરતાં કહ્યું, “પ્રભુ દયાળુ છે; તેમનો પ્રેમ સનાતન છે.” Viz kapitolaપવિત્ર બાઈબલ3 તમામ ઇસ્રાએલીઓએ અગ્નિને ઉતરતો અને યહોવાના ગૌરવને મંદિર ઉપર સ્થિર થતો જોઇને ફરસબંદી ઉપર લાંબા થઇને પ્રણામ કર્યા. અને યહોવાનો આભાર માન્યો, અને એમ કહ્યું, “તે ભલાઇનો ભંડાર છે, તેની કરૂણા શાશ્વત છે.” Viz kapitola |