૨ કાળવૃત્તાંત 35:21 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 પરંતુ નખોએ તેની પાસે એલચીઓ મોકલીને કહેવડાવ્યું કે, “ઓ યહૂદિયાના રાજા, મારે અને તારે શું છે? આજે હું તારી સાથે લડવા નથી આવ્યો, પણ જેની સાથે મારી દુશ્મનાવટ છે તે રાજા સાથે લડવા આવ્યો છું. ઈશ્વરે મને ઉતાવળ કરવાની આજ્ઞા આપી છે, જે ઈશ્વર મારી સાથે છે તેમની ઇચ્છાની વિરુદ્ધ દખલગીરી કરીશ નહિ, રખેને તે તારો પણ નાશ કરે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 પણ તેણે એની પાસે એલચીઓ મોકલીને કહાવ્યું, ”યહૂદિયાના રાજા, મારે ને તારે શું છે? આજે તમારી સામે નહિ, પણ તમારાપુરાના શત્રુની સામે હું લડવા આવ્યો છું; અને ઈશ્વરે મને ઉતાવળ કરવાની આજ્ઞા આપી છે. જે ઈશ્વર મારી સાથે છે તેમની ઇચ્છાની વિરુદ્ધ ડખલગીરી ન કરો, રખેને તે તમારો નાશ કરે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.21 પણ નખોએ રાજદૂતો દ્વારા યોશિયાને આ સંદેશો પાઠવ્યો: “હે યહૂદિયાના રાજા, મારી આ લડાઈ તારી સાથે નથી. હું તારી સાથે નહિ, પણ મારા શત્રુઓ સાથે લડવા આવ્યો છું અને ઈશ્વરે મને ઉતાવળ કરવા કહ્યું છે. ઈશ્વર મારે પક્ષે છે તેથી તું તેમની ઇચ્છા વિરુદ્ધ આડખીલી ઊભી કરીશ નહિ, નહિ તો તે તારો વિનાશ કરશે.” Viz kapitolaપવિત્ર બાઈબલ21 પરંતુ નખોએ એલચીઓ મોકલીને કહેવડાવ્યું કે, “ઓ યહૂદાના રાજા, તારે ને મારે શો ઝઘડો છે? આજે હું તારી સાથે લડવા નથી આવ્યો, પણ જેની સાથે મારે દુશ્મનાવટ છે તે રાજા સાથે લડવા આવ્યો છું, અને યહોવાએ મને ઉતાવળ કરવા કહ્યું છે. દેવ મારા પક્ષે છે, તેની આડે આવીશ નહિ, નહિ તો તે તારો નાશ કરશે.” Viz kapitola |