૨ કાળવૃત્તાંત 34:22 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 તેથી હિલ્કિયા અને રાજાએ જે માણસોને આજ્ઞા આપી હતી તે સર્વ પોશાકખાતાના ઉપરી, હાસ્રાના પુત્ર, તોક્હાથના પુત્ર, શાલ્લુમની પત્ની હુલ્દા પ્રબોધિકા પાસે ગયા. તે તો યરુશાલેમના બીજા વિભાગમાં રહેતી હતી. તેઓએ તેની સાથે આ રીતે વાત કરી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 માટે હિલ્કિયા તથા જેઓને રાજાએ આજ્ઞા કરી હતી તેઓ, પોષાકખાતાના ઉપરી હાસ્રાના પુત્ર તોકહાથના પુત્ર શાલ્લુમની સ્ત્રી હુલ્દા પ્રબોધિકા પાસે ગયા (તે તો યરુશાલેમમાં બીજા મહોલ્લામાં રહેતી હતી); તેઓએ તેની સાથે ઉપર જણાવેલી બાબત વિષે વાત કરી, Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.22 રાજાનો હુકમ થવાથી હિલકિયા અને બીજા માણસો હુલ્દા નામે એક સ્ત્રીને મળવા ગયા. તે સંદેશવાહિકા હતી અને યરુશાલેમના નવા વિસ્તારમાં રહેતી હતી. તેનો પતિ એટલે, હાસ્રાનો પૌત્ર અને તિકવાનો પુત્ર સાલ્લુમ મંદિરમાં ઝભ્ભાઓની જવાબદારી સંભાળતો હતો. તેમણે હુલ્દાને બધી વાત કરી. Viz kapitolaપવિત્ર બાઈબલ22 આ માણસો હુલ્દાહ પ્રબોધિકા પાસે ગયા અને રાજાની મુશ્કેલી જણાવી. હુલ્દાહ પ્રબોધિકા શાલ્લુમની પત્ની હતી. હાસ્રાહના પુત્ર તોકહાથનો પુત્ર શાલ્લુમ રાજાના વસ્ત્રભંડારનો ઉપરી હતો. હુલ્દાહ યરૂશાલેમનાં નવા ભાગમાં રહેતી હતી. Viz kapitola |