૨ કાળવૃત્તાંત 32:17 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 સાન્હેરીબે પોતે પણ ઇઝરાયલના ઈશ્વરનું અપમાન કરતા પત્રો લખ્યા અને તેમની વિરુદ્ધ ઉદ્દગારો કર્યાં. તેણે કહ્યું કે, “જેમ બીજા દેશોની પ્રજાઓના દેવો પોતાના લોકોને મારા હાથથી બચાવી શક્યા નથી તેમ હિઝકિયાના ઈશ્વર પણ તેમની પ્રજાને મારા હાથથી નહિ બચાવી શકે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 વળી તેણે ઇઝરાયલના ઈશ્વર યહોવાની નિંદા કરીને તથા તેમની વિરુદ્ધ બોલીને એવા પત્રો લખ્યા, “જેમ દેશોના લોકોના દેવોએ પોતાના લોકને મારા હાથમાંથી છોડાવ્યા નથી, તેમ હિઝકિયાનો ઈશ્વર પોતાના લોકને મારા હાથમાંથી છોડાવી શકશે નહિ.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.17 સમ્રાટે લખેલો પત્ર ઇઝરાયલના ઈશ્વર પ્રભુનો તિરસ્કાર કરનાર હતો. એમાં લખ્યું હતું, “બીજા દેશોના દેવોએ તેમના લોકોને મારા હાથમાંથી બચાવ્યા નથી, અને હિઝકિયાનો ઈશ્વર પણ તેના લોકોને મારાથી બચાવી શકશે નહિ.” Viz kapitolaપવિત્ર બાઈબલ17 ઉપરાંત સાન્હેરીબ પોતે પણ ઇસ્રાએલના દેવ યહોવાનું અપમાન કરતા પત્રો લખ્યા હતા. તેમાં તેણે લખ્યું હતું કે, “જેમ બીજા દેશોની પ્રજાઓના દેવો પોતાના લોકોને મારાથી બચાવી શક્યા નથી તેમ હિઝિક્યાના દેવ પણ એની પ્રજાને મારાથી નહિ બચાવી શકે.” Viz kapitola |