૨ કાળવૃત્તાંત 31:19 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 વળી જે યાજકો હારુનના વંશજો હતા તેઓ પોતાના દરેક નગરની આસપાસનાં ગામોમાં રહેતા હતા, તેઓને માટે પણ કેટલાક પસંદ કરેલા માણસોને નીમવામાં આવ્યા હતા, જેથી તેઓ યાજકોમાંના સર્વ પુરુષોને તથા લેવીઓમાં જેઓ વંશાવળી પ્રમાણે ગણાયા હતા, તેઓ સર્વને ખોરાક તથા અન્ય સામગ્રી વહેંચી આપે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 વળી જે હારુનપુત્રો યાજકો હતા તેઓ પોતાના દરેક નગરની આસપાસનાં ગામડાંમાં રહેતા હતા, તેઓને માટે પણ કેટલાક ચૂંટી કાઢેલા માણસોને નીમવામાં આવ્યા હતા, જેથી તેઓ યાજકોમાંના સર્વ પુરુષોને તથા લેવીઓમાં જેઓ વંશાવળી પ્રમાણે ગણાયા હતા તેઓ સર્વને હિસ્સા વહેંચી આપે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.19 આરોનના વંશજોને અપાયેલાં નગરો કે એ નગરોના ગૌચરોમાં વસતા યજ્ઞકારોમાં પણ યજ્ઞકાર કુટુંબના સર્વ પુરુષોને અને લેવીના ગોત્રોની વંશાવળીમાં નોંધાયેલ પ્રત્યેકને ખોરાક વહેંચી આપનાર માણસો હતા. Viz kapitolaપવિત્ર બાઈબલ19 વળી જે હારુનના વંશજો યાજકો હતા તેઓ પોતાના દરેક નગરની આસપાસના ગામડામાં રહેતા હતા. તેઓને માટે પણ કેટલાક ચૂંટેલા માણસોને નીમવામાં આવ્યા હતા, જેથી તેઓ યાજકોમાંના સર્વ પુરુષોને તથા લેવીઓમાં જેઓ વંશાવળી પ્રમાણે ગણાયા હતા, તેઓ સર્વને ભાગ વહેંચી આપે. Viz kapitola |