૨ કાળવૃત્તાંત 28:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 આથી તેના પ્રભુ ઈશ્વરે તેને અરામના રાજાના હાથમાં સોંપી દીધો. અરામીઓ તેને હરાવીને તેની પ્રજામાંથી ઘણાં માણસોને બંદીવાન કરીને દમસ્કસમાં લઈ ગયા. આહાઝ ઇઝરાયલના રાજાના હાથમાં કેદ પકડાયો. અને ઇઝરાયલના રાજાએ તેના સૈન્યનો ભારે સંહાર કરીને તેને હરાવ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 માટે તેના ઈશ્વર યહોવાએ તેને અરામના રાજાના હાથમાં સોંપી દીધો. તેઓ તેને હરાવીને તેની પ્રજામાંથી ઘણા માણસોને બંદીવાન કરીને દમસ્કસમાં લઇ ગયાં. તે ઇઝરાયલના રાજાનાં હાથમાં કેદ પકડાયો,, ને તેણે તેના સૈન્યનો મોટો સંહાર કરીને તેને હરાવ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5-6 આહાઝ રાજાના અપરાધને લીધે તેના ઈશ્વર પ્રભુએ તેને અરામના રાજાના હાથે હાર પમાડી અને યહૂદિયાના લોકોને મોટી સંખ્યામાં દમાસ્ક્સ યુદ્ધ કેદીઓ તરીકે લઈ જવા દીધા. વળી, પ્રભુએ રમાલ્યાના પુત્ર એટલે ઇઝરાયલના રાજા પેકાના હાથે હરાવ્યો અને એક જ દિવસમાં યહૂદિયાના એક લાખ વીસ હજાર શૂરવીર સૈનિકો માર્યા ગયા. યહૂદિયાના લોકોએ પોતાના પૂર્વજોના ઈશ્વર પ્રભુનો ત્યાગ કર્યો હોઈ તેમણે એ બધું થવા દીધું. Viz kapitolaપવિત્ર બાઈબલ5 આથી યહોવા તેના દેવે તેને અરામીઓના રાજાના હાથમાં સોંપી દીધો; તેઓએ તેના લશ્કરને હરાવ્યું અને તેની પ્રજામાંથી ઘણા માણસોને બંદીવાન કરી દમસ્ક લઇ ગયા. યહોવાએ તેને ઇસ્રાએલના રાજા પેકાહ દ્વારા હરાવ્યો. પેકાહ રમાલ્યાનો પુત્ર હતો. Viz kapitola |