૨ કાળવૃત્તાંત 28:23 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 દમસ્કસના જે દેવોએ તેને હાર આપી હતી તેઓને તેણે બલિદાનો ચઢાવ્યા. તેણે કહ્યું, “કેમ કે અરામના રાજાઓના દેવોએ તેઓને સહાય કરી છે તો આ બલિદાનો ચઢાવવાને લીધે એ દેવો મારી પણ મદદ કરશે.” પણ તેમ કરવાથી ઊલટું તેને અને આખા ઇઝરાયલને ભારે નુકસાન થયું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 કેમ કે દમસ્કસના જે દેવો તેના પર આફત લાવ્યા હતા તેઓને તેણે બલિદાન આપ્યાં. તેણે કહ્યું, “અરામના રાજાઓના દેવોએ તેઓને સહાય કરી છે, માટે હું પણ તેઓને બલિદાન આપીશ કે, જેથી તેઓ મને સહાય કરે.” પણ તેઓથી તો તેનું તથા આખા ઇઝરાયલનું સત્યાનાશ વાળ્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.23 તેણે તેને હરાવનાર અરામી લોકોના દેવોને બલિદાન ચડાવ્યાં. તેણે કહ્યું, “દમાસ્ક્સના દેવોએ અરામના રાજાને મદદ કરી છે; તેથી હું તેમને બલિદાન ચડાવું તો તેઓ મને પણ મદદ કરશે.” એનાથી તેના પર અને તેના લોક પર આફત આવી. Viz kapitolaપવિત્ર બાઈબલ23 દમસ્કના સૈન્યે તેને હાર આપી હતી, તેથી તેણે તેઓના દેવના બલિદાનો કર્યા, તેણે માન્યું કે “જો એ દેવોએ અરામના રાજાઓને સહાય કરી તો આ બલિદાનો ચઢાવવાને લીધે એ દેવો મારી પણ મદદ કરશે.” પણ તેમ કરવાથી ઊલટું તેનું અને યહૂદીયાના લોકોનું મોટું નુકશાન થયું. Viz kapitola |