૨ કાળવૃત્તાંત 26:21 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 ઉઝિયા રાજા પોતાના મરણના દિવસ સુધી કુષ્ટરોગી રહ્યો. તેને કારણે તેને અલગ ખંડમાં રહેવું પડ્યું હતું. તેને ઈશ્વરના ઘરમાં આવવાથી વંચિત રાખવામાં આવ્યો હતો. તેનો પુત્ર યોથામ રાજાના મહેલનો ઉપરી થઈને દેશના લોકોનો ન્યાય ચૂકવતો હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 ઉઝિયા રાજા જીવ્યો ત્યાં સુધી કોઢિયો રહ્યો. તે કોઢિયો હોવાથી એક અલાહિદા ઘરમાં રહેતો હતો, અને તે યહોવાના મંદિરમાં આવવાથી બાતલ કરાયો હતો. તેનો પુત્ર યોથામ રાજાના મહેલનો ઉપરી થઈને દેશના લોકોનો ન્યાય ચૂકવતો હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.21 ઉઝિયા રાજા તેના બાકીના જીવન દરમ્યાન તેના કોઢના રોગને કારણે વિધિગત રીતે અશુદ્ધ રહ્યો. પ્રભુના મંદિરમાં તે પ્રવેશી શકે તેમ ન હોવાથી તે તેના પોતાના જુદા ઘરમાં રહ્યો. પોતાની સર્વ ફરજથી તે મુક્ત થયો અને તેનો પુત્ર યોથામ રાજકારભાર ચલાવતો અને દેશના લોકોનો ન્યાય ચૂકવતો. Viz kapitolaપવિત્ર બાઈબલ21 પોતાના મૃત્યુ સુધી ઉઝિઝયા કોઢી જ રહ્યો અને એકાંતવાસમાં જીવ્યો. તે મંદિરથી અને પોતાના લોકોથી અલગ કરાયેલો હતો. તેના પુત્ર યોથામે રાજાનો વહીવટ સંભાળી લીધો અને દેશના લોકોનો ન્યાય કરવાનું કામ કર્યુ. Viz kapitola |