૨ કાળવૃત્તાંત 26:15 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 તેણે યરુશાલેમમાં બુરજો પર, મોરચાઓ પર ગોઠવવા માટે બાણો તથા મોટા પથ્થરો ફેંકવા માટે બાહોશ કારીગરો દ્વારા યાંત્રિક ઉપકરણો બનાવડાવ્યા. તેની કીર્તિ ઘણે દૂર સુધી ફેલાઈ ગઈ, કેમ કે તે બળવાન થયો ત્યાં સુધી અજાયબ રીતે તેને સહાય મળી હતી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 તેણે યરુશાલેમમાં બુરજો પર તથા મોરચાઓ પર ગોઠવવા માટે બાણો તથા મોટા પથ્થરો ફેંકવા માટે બાહોશ કારીગરોએ યોજેલાં યંત્રો બનાવ્યાં. તેની કીર્તિ ઘણે દૂર સુધી ફેલાઈ ગઈ; અને તે બળવાન થયો ત્યાં સુધી અજાયબ રીતે તેને સહાય મળી હતી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.15 યરુશાલેમમાં તેના બાહોશ કારીગરો તીર છોડવાનાં અને બુરજ અથવા કોટના ખૂણેથી મોટા પથ્થરો ફેંકવાનાં સાધનો બનાવતા. તેની કીર્તિ ચોમેર પ્રસરી ગઈ અને ઈશ્વર તરફથી મળેલી મદદથી તે બળવાન થતો ગયો.” Viz kapitolaપવિત્ર બાઈબલ15 કુશળ શોધકોએ શોધેલાં યુદ્ધના નવાં યંત્રોનું ઉઝિઝયાએ યરૂશાલેમમાં ઉત્પાદન કર્યુ. આ યંત્રો બુરજો પરથી અને દીવાલોને ખૂણેથી બાણો અને મોટા કદનાં પથ્થરો ફેંકવા માટે ઉપયોગી હતા. તેની કીર્તિ ઘણે દૂર સુધી ફેલાઇ ગઇ. તેને ઘણી બધી મદદ મળી અને તે એક સાર્મથ્યવાન રાજા બની ગયો. Viz kapitola |