૨ કાળવૃત્તાંત 25:16 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 એવું થયું કે તે પ્રબોધક હજી અમાસ્યાની સાથે વાત કરતો હતો તેટલામાં જ રાજાએ તેને કહ્યું, “શું અમે તને રાજાનો સલાહકાર ઠરાવ્યો છે? ચૂપ રહે. શા માટે હાથે કરીને મરવા માગે છે?” પછી પ્રબોધકે જતાં જતાં કહ્યું, “હું જાણું છું કે, ઈશ્વરે તારો નાશ કરવાનો નિર્ણય કર્યો છે, કારણ કે તેં આ કામ કર્યું છે. અને મારી સલાહ સાંભળી નથી.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 પ્રબોધક અમાસ્યા સાથે વાત કરતો હતો એટલામાં રજાએ તેને કહ્યું, “શું અમે તેને અમારો મંત્રી ઠરાવ્યો છે? બસ કર; તું શા માટે હાથે કરીને મોત માગે છે?” ત્યારે પ્રબોધકે અમાસ્યાને કહ્યું, “હું જાણું છું કે ઈશ્વરે તમારો નાશ કરવાનો નિશ્ચય કર્યો છે; કેમ કે તમે આ પ્રમાણે વર્ત્યા છો. ને મારી શિખામણ સાંભળતા નથી.” એમ બોલીને તે છાનો રહ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.16 અમાસ્યા વચમાં બોલી ઊઠયો, “અમે તને રાજાનો સલાહકાર ક્યારે બનાવ્યો? ચૂપ થા! તું શા માટે જાણી બૂજીને મોત માગે છે?” તે પછી સંદેશવાહક માત્ર આટલું જ બોલ્યો: “હવે મને ખબર પડી કે આ બધાં કાર્યોને લીધે અને મારી સલાહ નહિ ગણકારવાને લીધે ઈશ્વરે તારો વિનાશ કરવાનો નિર્ણય કર્યો છે.” Viz kapitolaપવિત્ર બાઈબલ16 પરંતુ રાજાએ ગુસ્સે થઇને કહ્યું, “મેં તારી સલાહ ક્યાં માંગી છે? ચૂપ રહે, નહિ તો હું તને મારી નાખીશ.” પ્રબોધકે જતાં જતાં ચેતવણી આપી, “હું જાણું છું કે, દેવે તારો નાશ કરવાનો નિર્ણય કર્યો છે કારણકે તેઁ આ મૂર્તિઓની પૂજા કરી છે, અને મારી સલાહ માની નથી.” Viz kapitola |