૨ કાળવૃત્તાંત 25:13 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 તે દરમિયાન અમાસ્યાએ જે સૈન્યના સૈનિકોને પાછા મોકલી દીધા હતા કે જેથી તેઓ તેની સાથે યુદ્ધમાં ના જાય, તેઓએ સમરુનથી બેથ-હોરોન સુધીના યહૂદિયાના નગરો પર હુમલો કરીને ત્રણ હજાર માણસોને મારી નાખ્યા અને મોટી લૂંટ એકત્ર કરીને ચાલ્યા ગયા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 પણ તે દરમ્યાન સૈન્યના જે માણસોને અમાસ્યાએ પોતાની સાથે યુદ્ધમાં આવવા દીધા નહોતા તેઓએ સમરુનથી બેથ-હોરોન સુધી યહૂદિયાના નગરો પર તૂટી પડીને તેઓમાંના ત્રણ હજાર માણસોને મારી નાખ્યા, ને ઘણી લૂટ ચલાવી Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.13 દરમ્યાનમાં જે ઇઝરાયલી સૈનિકોને અમાસ્યાએ પોતાની સાથે લડાઈમાં આવવા દીધા નહોતા, તેમણે સમરૂન અને બેથ-હોરોનની વચ્ચેના યહૂદિયાનાં નગરો પર હુમલો કરી ત્રણ હજાર પુરુષોને મારી નાખ્યા અને મોટી લૂંટ પ્રાપ્ત કરી. Viz kapitolaપવિત્ર બાઈબલ13 આ દરમ્યાન ઇસ્રાએલના જે સૈન્યને ઘેર મોકલી દીધું હતું, તેઓએ બેથ-હોરોનથી સમરૂન સુધીના યહૂદાના શહેરોમાં લૂંટ ચલાવી. તેઓ 3,000 માણસોને મારી નાખીને, મોટી લૂંટ એકત્ર કરીને ચાલ્યા ગયા. Viz kapitola |