Online Bible

- Reklamy -




૨ કાળવૃત્તાંત 22:11 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 પણ રાજાની દીકરી યહોશાબાથ અહાઝયાહના દીકરા યોઆશને જે રાજાના દીકરાઓને મારી નાખવામાં આવતા હતા તેઓની વચ્ચેથી સંતાડીને તેની દાઈના શયનખંડમાં લઈ ગઈ. યહોશાબાથ, રાજા યહોરામની દીકરી અને યાજક યહોયાદાની પત્ની હતી. તે અહાઝયાહની બહેન પણ હતી. તેણે યોઆશને અથાલ્યાથી સંતાડી દીધો હતો, તેથી અથાલ્યા તેને મારી શકી નહિ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 પણ રાજાની પુત્રી યહોશાબાથે આહાઝ્યાના પુત્ર યોઆશને, રાજાના પુત્રોને મારી નાખતી વખતે તેઓમાંથી તેને ચોરી જઈને તેને તથા તેની દાઈને શયનગૃહમાં સંતાડી રાખ્યાં. આ પ્રમાણે યહોરામ રાજાની પુત્રી યહોશાબાથ, જે યહોયાદા યાજકની સ્ત્રી હતી.(અને જે અહાઝ્યાની બહેન હતી, ) તેણે અથાલ્યાથી યોઆશને સંતાડ્યો, તેથી તે તેને મારી નાખી શકી નહિ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

11 પણ યહોરામની પુત્રી યહોશેબા અહાઝયાની સાવકીબહેન હતી. તેનાં લગ્ન યહોયાદા યજ્ઞકાર સાથે થયાં હતાં. તેણે ગુપ્ત રીતે અહાઝયાના એક પુત્ર યોઆશને બચાવી લીધો. માર્યા જનારા રાજકુમારો પાસેથી તેને લઈ જઈને તેણે તેને તથા તેની ધાવને મંદિરના શયનખંડમાં સંતાડી દીધાં અને અથાલ્યાને હાથે માર્યો જતો બચાવી લીધો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

11 ત્યારે રાજકુંવરી યહોશાબ સાથે અહાઝયાના પુત્ર યોઆશને અને તેની આયાને લઇ જઇ શયનખંડમાં પૂરી દીધા. યહોશાબ સાથે રાજા યોરામની પુત્રી અને યાજક યહોયાદાની પત્ની હતી. તેણી અહાઝયાની બહેન પણ થતી હતી. અથાલ્યા યોઆશને મારી ન શકી કારણકે યહોશાબ સાથે તેને સંતાડી દીધો હતો.

Viz kapitola kopírovat




૨ કાળવૃત્તાંત 22:11

Následuj nás:

Reklamy


Reklamy