૨ કાળવૃત્તાંત 18:33 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201933 પણ એક માણસે અનાયાસે ધનુષ્ય ખેંચીને ઇઝરાયલના રાજાને કવચના સાંધાની વચમાં બાણ માર્યું. પછી આહાબે પોતાના સારથિને કહ્યું, “રથ ફેરવીને મને યુદ્ધમાંથી બહાર લઈ જા, કેમ કે હું બહુ ખરાબ રીતે ઘવાયો છું.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)33 એક માણસે અનાયાસે ધનુષ્ય ખેંચીને ઇઝરાયલના રાજાને કવચના સાંધાની વચમાંથી [બાણ] માર્યું, ત્યારે એણે પોતાના સારથિને કહ્યું, “રથ ફેરવીને મને સૈન્યમાંથી બહાર લઈ જા; કેમ કે મને કારી ઘા લાગ્યો છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.33 પણ અરામના એક સૈનિકે અનાયાસે મારેલું એક બાણ આહાબ રાજાને તેના કવચના સાંધાઓની વચચમાં થઈને વાગ્યું. તેણે પોતાના સારથિને હાંક મારીને કહ્યું, “હું ઘવાયો છું. રથ પાછો વાળી મને લડાઈમાંથી બહાર લઈ જા.” Viz kapitolaપવિત્ર બાઈબલ33 પરંતુ એક યોદ્ધાએ અમસ્તુ જ બાણ છોડ્યું અને તેણે ઇસ્રાએલના રાજાને બખતરના સાંધા આગળથી વીંધી નાખ્યો. આહાબે પોતાના સારથીને કહ્યું, “રથ ફેરવીને મને યુદ્ધભૂમિની બહાર લઇ જા. હું ઘવાયો છું.” Viz kapitola |