૨ કાળવૃત્તાંત 18:31 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201931 અને એમ થયું કે જયારે રથાધિપતિઓએ યહોશાફાટને જોયો ત્યારે તેઓએ કહ્યું કે, “આ ઇઝરાયલનો રાજા છે.” માટે તેઓ તેની સાથે લડવાને આવ્યા, પણ યહોશાફાટે બૂમ પાડી અને ઈશ્વરે તેને મદદ કરી. ઈશ્વરે તેઓનાં મન ફેરવ્યાં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)31 રથાધિપતિઓએ યહોશાફાટને જોયો ત્યારે તેઓએ એમ ધાર્યું કે, એ ઇઝરાયલનો રાજા છે; માટે તેઓ તેની સાથે લડવાને આવ્યા; એટલે યહોશાફાટે બૂમ પાડી, ને યહોવાએ તેને સહાય કરી. અને ઈશ્વરે તેઓના મન ફેરવ્યાં, જેથી તેઓ તેની પાસેથી જતા રહ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.31 તેથી તેમણે યહોશાફાટ રાજાને જોયો ત્યારે તેમને લાગ્યું કે ઇઝરાયલનો રાજા છે અને તેથી તેના પર ત્રાટકવા વળ્યા. પણ યહોશાફાટે પોકાર કર્યો એટલે પ્રભુ પરમેશ્વરે તેને બચાવ્યો અને તેમણે તેના પરથી હુમલો બીજે વાળી દીધો. Viz kapitolaપવિત્ર બાઈબલ31 રથાધિપતિઓએ યહોશાફાટને જોયો ત્યારે તેઓએ એમ ધાર્યુ કે, “એ ઇસ્રાએલનો રાજા છે.” માટે તેઓ તેની સાથે લડવાને આવ્યા; એટલે યહોશાફાટે બૂમ પાડી, ને યહોવાએ તેને મદદ કરી; અને દેવે તેઓનાં મન ફેરવ્યાં, જેથી તેઓ તેની પાસેથી જતા રહ્યાં. Viz kapitola |