1 થેસ્સલોનિકીઓ 4:1 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 તો ભાઈઓ, છેવટે, અમે પ્રભુ ઈસુના નામે તમને વિનંતી તથા સુબોધ કરીએ છીએ કે, તમારે કેવી રીતે વર્તવું અને ઈશ્વરને પ્રસન્ન કરવા, એ વિષે અમારા તરફથી તમે સાંભળ્યું છે તે પ્રમાણે જેમ તમે ચાલો છો, તેમ જ વધારે અને વધારે ચાલતા રહો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 તો ભાઈઓ, છેવટે, અમે પ્રભુ ઈસુને નામે તમને વિનંતી તથા સુબોધ કરીએ છીએ કે, તમારે કેવી રીતે વર્તવું ને ઈશ્વરને પ્રસન્ન કરવા, એ વિષે અમારા તરફથી તમે જે સાંભળ્યું તે પ્રમાણે તમે વર્તો છો, તેમ વધારે ને વધારે વર્તતા જાઓ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.1 ભાઈઓ, ઈશ્વરને પ્રસન્ન કરવા માટે તમારે કેવા પ્રકારનું જીવન જીવવું તે વિષે તમે અમારી પાસેથી શીખ્યા, અને એ જ પ્રમાણે તમે જીવો છો. પણ હવે અમે તમને પ્રભુ ઈસુના નામમાં વિનંતી અને ઉદ્બોધન કરીએ છીએ કે એ રીતે જીવવામાં વધારે પ્રગતિ કરો. Viz kapitolaપવિત્ર બાઈબલ1 ભાઈઓ અને બહેનો, હવે મારે તમને બીજી કેટલીક વાતો કહેવાની છે. દેવને પ્રસન્ન કરે તે રીતે કેમ જીવવું તે વિષે અમે તમને દર્શાવ્યુ છે. અને તમે તે જ રીતે જીવી રહ્યાં છો. હવે અમે તમને પ્રભુ ઈસૂમાં જીવવા માટે વધુ ને વધુ આગ્રહ અને પ્રોત્સાહન આપીએ છીએ. Viz kapitola |