૧ શમુએલ 30:22 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 પછી સર્વ નકામા તથા અયોગ્ય માણસો જેઓ દાઉદ સાથે ગયા હતા તેઓએ કહ્યું, “કેમ કે આ માણસો આપણી સાથે પાછા આવ્યા ન હતા, માટે જે લૂંટ આપણે પાછી પડાવી લીધી છે તેઓમાંથી આપણે કશું તેઓને આપીશું નહિ. માત્ર દરેકને તેની પત્ની તથા બાળકો આપવાં કે, તેમને લઈને તેઓ વિદાય થાય.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 ત્યારે જે માણસો દાઉદ સાથે ગયા હતા તેઓમાંના સર્વ દુષ્ટ તથા નીચ માણસોએ કહ્યું, “તેઓ આપણી સાથે આવ્યા ન હતા, માટે જે લૂંટ આપણે પાછી પડાવી લીધી છે તેમાંથી આપણે તેઓને કંઈ પણ આપવું નહિ, માત્ર પ્રત્યેકને તેની પત્ની તથા તેનાં બાળકો જ આપવાં કે, તેમને લઈને તેઓ વિદાય થાય.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.22 પણ દાવિદની સાથે ગયેલા કેટલાક દુષ્ટ અને નકામા માણસોએ દાવિદને કહ્યું, “તેઓ આપણી સાથે આવ્યા નહોતા, તેથી આપણે તેમને પાછી મેળવેલી લૂંટમાંથી કંઈ નહિ આપીએ. તેઓ તેમની પત્નીઓ અને બાળકો લઈને જતા રહે.” Viz kapitolaપવિત્ર બાઈબલ22 દાઉદની સાથે જે માંણસો ગયા હતા તેમાંના કેટલાક દુષ્ટ માંણસો હતા તેઓએ કહ્યું, “એ માંણસો આપણી સાથે આવ્યા નહોતા. આપણે જે લૂંટ પાછી મેળવી છે તેમાંથી આપણે તેમને કશું આપીશું નહિ. એ માંણસો પોતપોતાનાં બૈરીછોકરાંને લઈને જતા રહે.” Viz kapitola |