૧ શમુએલ 28:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 તેથી શાઉલે પોતાના ચાકરોને કહ્યું, “મૃતક સાથે વાત કરી શકે તેવી સ્ત્રીને મારે સારુ શોધી લાવો. મારે તેની સલાહ લેવી છે.” તેના ચાકરોએ તેને કહ્યું,” એક સ્ત્રી એન-દોરમાં છે. જે મૃતક સાથે વાત કરી શકે છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 ત્યારે શાઉલે પોતાના ચાકરોને કહ્યું, “મેલી વિદ્યા જાણનાર કોઈ સ્ત્રીને મારે માટે શોધી કાઢો, ને હું તેની પાસે જઈને તેને પૂછી જોઉં.” તેના ચાકરોએ તેને કહ્યું, “જો, એન-દોરમાં મેલી વિદ્યા જાણનાર એક સ્ત્રી છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.7 પછી શાઉલે તેના અમલદારોને હુકમ કર્યો, “પ્રેતાત્માનો સંપર્ક સાધી શકે એવી કોઈ સ્ત્રી મને શોધી આપો કે જેથી હું તેને જઇને પૂછી શકું.” તેમણે જવાબ આપ્યો, “એવી એક સ્ત્રી એનદોરમાં છે.” Viz kapitolaપવિત્ર બાઈબલ7 પછી શાઉલે તેના અમલદારોને કહ્યું, “જાવ અને કોઇ સ્ત્રી જે તાંત્રિક છે તેણીને બોલાવો. પછી હું તેને મળીશ અને આ યુદ્ધનું પરિણામ શું હશે તેની આગાહી કરવા કહીશ.” પછી તેઓએ કહ્યું “એન-દોરમાં તેવી એક સ્રી છે.” Viz kapitola |