૧ શમુએલ 18:17 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 શાઉલે દાઉદને કહ્યું, “જો અહીં મારી મોટી દીકરી મેરાબ છે. તેના લગ્ન હું તારી સાથે કરાવીશ. એટલું જ કે તું મારે સારુ બળવાન થા, ઈશ્વરની લડાઈઓ લડ.” કેમ કે શાઉલે મનમાં વિચાર્યું, “મારો હાથ એના પર ન પડે, પણ પલિસ્તીઓનો હાથ એના પર ભલે પડે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 અને શાઉલે દાઉદને કહ્યું, “જો, મારી મોટી દીકરી મેરાબ [છે] , તેને હું તારી સાથે પરણાવીશ, એટલું જ કે તું મારે માટે બળવાન થા, ને યહોવાની લડાઈઓ લડ.” કેમ કે શાઉલે કહ્યું, “મારો હાથ એના પર ભલે પડે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.17 પછી શાઉલે દાવિદને કહ્યું, “મારી મોટી પુત્રી મેરાબ છે. તું શૂરવીર અને વફાદાર સૈનિક તરીકે મારી સેવા કરીશ અને પ્રભુની લડાઈઓ લડીશ એ શરતે હું તેનું તારી સાથે લગ્ન કરાવીશ.” શાઉલના મનમાં એમ હતું કે એ રીતે પલિસ્તીઓ દાવિદને મારી નાખશે અને તેણે પોતે દાવિદને મારી નાખવો પડશે નહિ. Viz kapitolaપવિત્ર બાઈબલ17 પછી એક દિવસ શાઉલે દાઉદને કહ્યું, “આ માંરી મોટી પુત્રી મેરાબ છે એને હું તારી સાથે પરણાવું. જો તું યુદ્ધમાં બહાદુરી અને વફાદારીપૂર્વક માંરી સેવા બજાવતો હોય અને યહોવાની લડાઈઓ લડીને પોતાને સાચા સૈનિક તરીકે સાબિત કરી શકતો હોય,” શાઉલના મનમાં એમ કે, આ રીતે એ પલિસ્તીઓને હાથે માંર્યો જશે અને માંરે તેને માંરવો પડશે નહિ. Viz kapitola |