૧ શમુએલ 17:49 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201949 દાઉદે પોતાનો હાથ થેલીમાં નાખીને તેમાંથી એક પથ્થર લીધો, તેને ગોફણ દ્વારા વીંઝીને તે પલિસ્તીના કપાળમાં માર્યો. પથ્થર પલિસ્તીના કપાળમાં પેસી ગયો અને તે જમીન પર ઊંધા મોઢે પડયો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)49 દાઉદે પોતાનો એક પથ્થર કાઢ્યો. ને ગોફળમાં વીંઝીને તે પલિસ્તીને કપાળમાં માર્યો. અને તે પથ્થર તેના કપાળમાં પેસી ગયો, એટલે તે ઊંધે મોઢે જમીન પર પડ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.49 દાવિદે પોતાની ઝોળીમાં હાથ નાખીને એક પથ્થર બહાર કાઢયો અને ગોફણ વીંઝીને તે ગોલ્યાથને માર્યો. એ પથ્થર તેના કપાળમાં વાગ્યો અને તેની ખોપરી તોડી નાખી અને ગોલ્યાથ જમીન પર ઊંધો પડી ગયો. Viz kapitolaપવિત્ર બાઈબલ49 દાઉદે ઝોળીમાં હાથ નાખીને એક પથ્થર કાઢયો અને તે ગોફણમાં મૂકીને પલિસ્તીના કપાળમાં માંર્યો. પથરો તેના કપાળમાં જોરથી વાગ્યો અને તે ઊંધે માંથે ભોંય પર પટકાઈ પડયો. Viz kapitola |