૧ શમુએલ 12:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 હું આ રહ્યો; શું મેં કોઈનો બળદ લઈ લીધો છે? મેં કોઈનું ગધેડું લઈ લીધું છે? શું મેં કોઈને છેતર્યો છે? મેં કોઈનાં પર જુલમ કર્યો છે? મારી આંખો પર પાટો બાંધવા સારુ મેં કોઈનાં હાથથી લાંચ લીધી છે? જો એવું કર્યું હોય તો ઈશ્વરના અભિષિક્ત આગળ મારી વિરુદ્ધ સાક્ષી આપો અને હું તમને પાછું આપીશ.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 હું આ રહ્યો:શું મેં કોઈનો બળદ લઈ લીધો છે? અથવા મેં કોઈનું ગધેડું લઈ લીધું છે? અથવા મેં કોઈને ઠગ્યો છે? મેં કોઈના પર જુલમ કર્યો છે? અથવા મારી આંખે પાટો બાંધવાને મેં કોઈની પાસેથી લાંચ લીધી છે? એમ હોય તો યહોવાની સમક્ષ તથા તેના અભિષિક્તની આગળ મારી વિરુદ્ધ સાક્ષી પૂરો, અને તે હું તમને પાછું આપીશ.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.3 હું અહીં છું. જો મેં કોઈનું કંઈ ખોટું કર્યું હોય, તો પ્રભુ અને તેના પસંદ કરેલા રાજાની સમક્ષ અત્યારે જ મારી ઉપર આક્ષેપ મૂકો. શું મેં કોઈનો બળદ કે કોઇનું ગધેડું લીાાં છે? શું મેં કોઈને છેતર્યો છે કે કોઈના પર જુલમ કર્યો છે? પક્ષપાત કરવા માટે કોઈની પાસેથી મેં લાંચ લીધી છે? જો આમાનું મેં કાંઈપણ કર્યું હોય તો મેં જે લીધું હોય તે હું ભરપાઈ કરી આપીશ.” Viz kapitolaપવિત્ર બાઈબલ3 હવે હું તમાંરી સમક્ષ ઊભો છું. જો મે કઇ ખોટુ કર્યું હોય તો તમાંરે યહોવાને અને એના અભિષિકત રાજાને કહેવું. મે કોઇનો બળદ અથવા ગાધેડો લધો છે? મે કોઇને ઇજા પહોચાડી છે અથવા કોઇને વિશ્વાસઘાત કર્યોં છે? જો મે ઉપરની બાબતોમાંથી કઇ કર્યું હોય તો હું તેને ઠીક કરીશ. મે આંખો બૈંધ કરીને લાંચ લધી છે જેથી માંરા ગુન્હાની ઉપેક્ષા થાઓ?” Viz kapitola |