1 કરિંથીઓ 3:1 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 ભાઈઓ, જેમ આત્મિક મનુષ્યોની સાથે વાત કરતો હોઉં તેવી રીતે તમારી સાથે હું વાત કરી શક્યો નહિ, પણ સાંસારિકોની સાથે, એટલે ખ્રિસ્તમાં બાળકોની સાથે વાત કરતો હોઉં તેવી રીતે મેં તમારી સાથે વાત કરી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 ભાઈઓ, જેમ આધ્યાત્મિકોની સાથે વાત કરું તેમ તમારી સાથે હું વાત કરી શક્યો નહિ, પણ જેમ સાંસારિકોની સાથે, એટલે જેમ ખ્રિસ્તમાં બાળકોની સાથે તેમ [મેં વાત કરી]. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.1 ભાઈઓ, જેમની પાસે પવિત્ર આત્મા હોય, તેમની સાથે જે રીતે વાત કરી શકાય, તે રીતે હું તમારી સાથે વાત કરી શકયો નહિ. તમે જાણે કે દુન્યવી માણસો હો અને ખ્રિસ્ત પરના વિશ્વાસમાં બાળકો હો તે રીતે મારે તમારી સાથે વાત કરવી પડી હતી. Viz kapitolaપવિત્ર બાઈબલ1 ભાઈઓ અને બહેનો, ભૂતકાળમાં હું તમારી સાથે વાતચીત નહોતો કરી શક્યો જે રીતે હું આધ્યાત્મિક માણસો સાથે વાતચીત કરું છું. મારે તમારી સાથે દુન્યવી માણસોની રીતે વાતચીત કરવી પડેલી-ખ્રિસ્તમાં બાળકોની જેમ. Viz kapitola |