૧ કાળવૃત્તાંત 24:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 એલાઝારના પુત્રોમાં, ઈથામારના પુત્રો કરતાં મુખ્ય પુરુષો સંખ્યામાં વધારે હતા, તેથી એલાઝારના પુત્રોના સોળ વર્ગ પાડવામાં આવ્યાં. ઈથામારના પુત્રોનાં કુટુંબોના આઠ મુખ્ય પુરુષો હતા, માટે તેઓના આઠ વર્ગ પાડવામાં આવ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 ઇથામારના પુત્રોમાં એલાઝારના પુત્રો કરતાં મુખ્ય પુરુષો વધારે મળી આવ્યા. એલાઝારના પુત્રોમાં આગેવાન પુરુષો સોળ હતા, માટે તેઓના સોળ વર્ગ પડ્યા. અને ઇથામારના પુત્રોમાં આઠ મુખ્ય પુરુષો હતા, માટે તેના આઠ વર્ગ પાડ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.4 એલાઝારના વંશજોના સોળ જૂથ, જ્યારે ઇથામારના જૂથમાં આઠ જૂથ પાડવામાં આવ્યાં; એનું કારણ એ હતું કે એલાઝારના વંશજોમાં કુટુંબના વડાપુરુષોની સંખ્યા વધારે હતી. Viz kapitolaપવિત્ર બાઈબલ4 એલઆઝાર વંશજો ઇથામારના વંશજો કરતાં સંખ્યામાં વધારે હતા, આથી એલઆઝારના વંશજોનાં જુદાં-જુદાં કુટુંબના સોળ જૂથ પાડવામાં આવ્યા અને ઇથામારના વંશજોનાં કુટુંબોના આઠ જૂથ પાડવામાં આવ્યાં. અને એ દરેક જૂથનો આગેવાન તે પોતાના કુટુંબનો વડો હતો. Viz kapitola |