૧ કાળવૃત્તાંત 19:19 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 જ્યારે હદાદેઝેરના સેવકોએ જોયું કે તેઓ ઇઝરાયલીઓની સામે હારી ગયા છે, ત્યારે તેઓએ દાઉદ સાથે સુલેહ કરી અને તેની સેવા કરી. તે પછી અરામીઓ આમ્મોનીઓને મદદ કરતાં બીવા લાગ્યા. તેથી અરામીઓ આમ્મોનીઓની મદદ કરવા રાજી ન હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 જ્યારે હદારએઝેરના ચાકરોએ જોયું કે, પોતે ઇઝરાયલને હાથે હાર ખાધી છે, ત્યારે તેઓએ દાઉદની સાથે સલાહ કરી, ને તેના તાબેદાર થયા. ત્યાર પછી ફરીથી કદી અરામીઓને આમ્મોનીઓને સહાય કરવાની ઇચ્છા થઈ નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.19 હદાદેઝેરના તાબેદાર રાજાઓએ જોયું કે પોતે ઇઝરાયલીઓને હાથે હાર ખાધી છે, ત્યારે દાવિદ સાથે સંધિ કરીને તેઓ તેને તાબેદાર થયા. તે પછી અરામીઓ આમ્મોનીઓને મદદ કરવા તૈયાર નહોતા. Viz kapitolaપવિત્ર બાઈબલ19 જ્યારે હદારએઝેરના માણસોએ જોયું કે, તેમણે ઇસ્રાએલીઓને હાથે હાર ખાધી છે. ત્યારે તેમણે દાઉદ સાથે સુલેહ કરી અને તેની શરણાગતિ સ્વીકારી. ત્યારબાદ અરામીઓ આમ્મોનીઓની મદદ કરવા રાજી નહતા. Viz kapitola |