ગણના 21:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 અને લોકો ઈશ્વરની તથા મૂસાની વિરુદ્ધ બોલ્યા, “તમે અમને અરણ્યમાં મરી જવાને માટે મિસરમાંથી કેમ કાઢી લાવ્યા છે? કેમ કે અન્ન નથી, ને પાણી પણ નથી. અને અમારા જીવ આ હલકા અન્નથી કંટાળે છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5 તેમણે મોશે અને ઈશ્વર વિરૂદ્ધ ફરિયાદ કરી, “આ વેરાન રણપ્રદેશમાં અમે માર્યા જઈએ માટે તમે અમને ઇજિપ્તમાંથી કાઢી લાવ્યા છો? અહીં તો નથી પીવાને પાણી કે ખાવાને અન્ન! આ હલકા ખોરાકથી અમે કંટાળ્યા છીએ!” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 લોકો ઈશ્વર અને મૂસાની વિરુદ્ધ બોલવા લાગ્યા, “શા માટે અરણ્યમાં મરી જવાને તમે અમને મિસરમાંથી બહાર કાઢી લાવ્યા? અહીં રોટલી નથી, પાણી નથી, આ કંગાળ ભોજનથી તો અમે કંટાળી ગયા છીએ.” Viz kapitolaપવિત્ર બાઈબલ5 તેઓ દેવની અને મૂસાની વિરુદ્ધ બોલવા લાગ્યા, “તમે શા માંટે અમને મિસરમાંથી લઈ આવ્યા. અહી મરવા માંટે? અહીં ખાવા અનાજ નથી, પીવાને પાણી નથી. આ સ્વાદરહિત માંન્નાથી તો અમે કંટાળી ગયા છીએ.” Viz kapitola |