માલાખી 2:16 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 કેમ કે “ [તમારો] પત્ની ત્યાગ હું ધિક્કારું છું, ” એવું ઈઝરાયલના ઈશ્વર યહોવા કહે છે. અને સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે, “પોતાની પત્ની પર જુલમ કરનારને પણ હું [ધિક્કારું છું].” એ માટે તમારા મન વિષે સાવધાન રહીને કપટથી ન વર્તો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.16 ઇઝરાયલના ઈશ્વર પ્રભુ કહે છે, “હું છૂટાછેડાનો તિરસ્કાર કરું છું. તમારામાંનો કોઈ પોતાની પત્ની પ્રત્યે એવું ક્રૂર વર્તન દાખવે તો હું તેનો ધિક્કાર કરું છું. તમારી પત્નીને વફાદાર રહેવા આપેલા વચનનો તમે ભંગ ન કરો તેની તકેદારી રાખો.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 કેમ કે ઇઝરાયલના ઈશ્વર યહોવાહ કહે છે કે, “હું છૂટાછેડાને ધિક્કારું છું, સૈન્યોના યહોવાહ કહે છે “જે પોતાની પત્ની પર જુલમ કરે છે તેને હું ધિક્કારું છું. “માટે તમારા આત્મા વિષે સાવધ રહો અને અવિશ્વાસુ ન બનો.” Viz kapitolaપવિત્ર બાઈબલ16 કારણકે ઇસ્રાએલના યહોવા દેવ કહે છે કે, “છૂટાછેડાને અને ક્રૂર માણસોને તે ધિક્કારે છે. માટે તમારા દેહની લાગણીઓ પર સંયમ રાખો; તમારી પત્નીઓને તમે છૂટાછેડા ન આપો.” Viz kapitola |