યર્મિયા 25:38 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)38 તે સિંહની જેમ પોતાના જંગલમાંથી બહાર આવે છે; કેમ કે ઉપદ્રવ કરનારાના ક્રોધને લીધે તથા તેના ભારે કોપને લીધે તેઓનો દેશ વિસ્મય પમાડે એવો ઉજજડ થયો છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.38 અને તમારા શાંતિદાયક નિવાસનો પ્રદેશ વેરાન બન્યો છે. જેમ સિંહ પોતાની ગુફા તજી દે તેમ પ્રભુએ પોતાના લોકને તજી દીધા છે. ભયાનક યુદ્ધ અને પ્રભુના ઉગ્ર કોપને લીધે તમારો દેશ ઉજ્જડ બન્યો છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201938 તે જુવાન સિંહની જેમ પોતાની ગુફામાંથી બહાર આવે છે. કેમ કે ઉપદ્રવ કરનારની ગર્જનાને લીધે, તેઓના ભારે રોષને લીધે તેઓની ભૂમિ વિસ્મય પમાડે એવી વેરાન થઈ ગઈ છે.” Viz kapitolaપવિત્ર બાઈબલ38 શિકારની શોધમાં ગુફામાંથી બહાર જતા સિંહની જેમ યહોવા બહાર આવે છે. યહોવાના ભયંકર ક્રોધને લીધે સૈન્યો વારંવાર ચઢી આવ્યાં, પરિણામે તેમની ભૂમિ વેરાન વગડો થઇ ગઇ છે. Viz kapitola |