એસ્તેર 2:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 રાજાએ પોતાના રાજ્યના સર્વ પ્રાંતોમાં અમલદારોને એ કામને માટે નીમવા જોઈએ કે તેઓ સર્વ સુંદર જુવાન કુમારિકાઓને સૂસાના મહેલના જનાનખાનામાં, રાજાના ખોજા હેગેના હવાલામાં એકઠી કરે. અને તેઓને જોઈએ એવાં સુગંધી દ્રવ્યો આપવાં. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.3 આપ આપના સામ્રાજ્યના બધા પ્રાંતોમાં અધિકારીઓની નિમણૂક કરો. તેમનું કામ સૂસાના રાજમહેલના રાણીગૃહમાં સુંદર યુવાન કુમારિકાઓ લાવવાનું રહે. તેમણે રાણીગૃહના અંગરક્ષક હેગેને એ કુમારિકાઓ દેખરેખ માટે સોંપવી. તેમને જરૂરી સૌંદર્યપ્રસાધનો પણ પૂરાં પાડવાં. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 રાજાએ પોતાના રાજ્યના દરેક પ્રાંતોમાં આ કામને માટે અમલદારોને નીમવા જોઈએ. તેઓ સર્વ સૌંદર્યવાન જુવાન કુમારિકાઓને પસંદ કરીને સૂસાના મહેલના જનાનખાનામાં રાજાના ખોજા હેગેના હવાલામાં હાજર કરે. અને તેઓને જોઈએ એવાં સુંગધી દ્રવ્યો પૂરા પાડવામાં આવે. Viz kapitolaપવિત્ર બાઈબલ3 ભલે રાજા દરેક પ્રાંતમાં આ કામને માટે લોકોને નીમે. તેઓ જુવાન સૌદર્યવાન કુમારિકાઓને પસંદ કરીને પાટનગર સૂસાના મહેલના જનાનખાનામાં લઇ આવે. જનાનખાના પર નીમેલા રાજાના ખોજા હેગેની સંભાળ નીચે તેઓ રહે. આ કુમારિકાઓને સૌંદર્યના દ્રવ્યો હેગે પુરા પાડશે. Viz kapitola |