દાનિયેલ 2:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 ખાલદીઓએ રાજાને ઉત્તર આપ્યો, “પૃથ્વી ઉપર એવું એકે માણસ નથી કે જે રાજાની વાત રાજાને વિદિત કરી શકે, કેમ કે કોઈ પણ રાજાએ, હાકેમે કે, અધિકારીએ કદી પણ આવી વાત કોઈ જાદુગરને, મંત્રવિદ્યા જાણનારને કે, ખાલદીને પૂછી નથી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.10 જ્યોતિર્વિદોએ જવાબ આપ્યો, “હે રાજા, આપ જે જાણવા માગો છો તે કહેવાને પૃથ્વીના પટ પર કોઈ સમર્થ નથી. અરે, સૌથી મહાન અને પરાક્રમી રાજાએ પણ આવી વાત પોતાના જ્યોતિષો, જાદુગરો કે મંત્રવિદોને કદી પૂછી નથી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 ખાલદીઓએ રાજાને જવાબ આપ્યો, “પૃથ્વી ઉપર એવો કોઈ માણસ નથી કે જે રાજાના સ્વપ્નની વાત કહી શકે. કોઈ રાજાએ કે મહારાજાએ આજ સુધી કોઈ જાદુગરને, મંત્રવિદ્યા જાણનારને કે ખાલદીને આવી કોઈ વાત પૂછી નથી. Viz kapitolaપવિત્ર બાઈબલ10 ભવિષ્યવેત્તાઓએ રાજાને જવાબ આપ્યો, “આ પૃથ્વી ઉપર એવો કોઇ નથી, જે આપ જાણવા માંગો છો તે કહી શકે. કોઇ રાજાએ, મહારાજાએ, આજ સુધી કોઇ જાદુગર, કે, મંત્રવિદને આવો સવાલ પૂછયો નથી. Viz kapitola |