૨ શમુએલ 7:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 જે જે ઠેકાણે સર્વ ઇઝરાયલી લોકો સાથે હું ફર્યો છું, ત્યાં ઇઝરાયલનાં કુળોમાંના જેને મેં મારા ઇઝરાયલ લોકોનું પાલન કરવાની આજ્ઞા આપી, તેઓમાંના કોઈને શું મેં એક શબ્દ પણ કહ્યો કે, મારે માટે એરેજવૃક્ષના લાકડાનું ઘર તમે કેમ બાંધતાં નથી?’ Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.7 ઇઝરાયલી લોકો સાથેની મારી સર્વ મુસાફરી દરમિયાન મેં તેમના પર નીમેલા આગેવાનોમાંના કોઈને કદી પૂછયું નથી કે તમે મારે માટે ગંધતરુના લાકડાંનું મંદિર કેમ બાંધ્યું નથી? Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 જે સર્વ જગ્યાઓમાં હું સર્વ ઇઝરાયલ લોકો સાથે ફર્યો છું, ત્યાં ઇઝરાયલના કુળના આગેવાનો જેને મેં મારા ઇઝરાયલ લોકોના પાળક તરીકે નીમ્યા હતા, તેઓમાંના કોઈને મેં એવું કહ્યું છે કે, “શા માટે તમે મારે સારું દેવદાર વૃક્ષના લાકડાંનું ઘર નથી બાંધ્યું?” Viz kapitolaપવિત્ર બાઈબલ7 ઇસ્રાએલીઓ સાથેના માંરા પ્રવાસ દરમ્યાન મેં કદી ઇસ્રાએલની કોઇપણ જાતિને કે જેને મેં માંરા ઇસ્રાએલના લોકો પર નિયંત્રણ કરવાનો હૂકમ કર્યો હતો કે, તમે માંરે માંટે દેવદારના લાકડાનું મંદિર બંધાવો?’ Viz kapitola |