૨ કાળવૃત્તાંત 29:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 “હે લેવીઓ, તમે મારું સાંભળો, હવે તમે શુદ્ધ થાઓ, તમારા પિતૃઓના ઈશ્વર યહોવાના મંદિરને શુદ્ધ કરો, ને પવિત્રસ્થાનમાંથી અશુદ્ધતા કાઢી નાખો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5 ત્યાં તેણે તેમને સંબોધન કર્યું. તેણે કહ્યું, “હે લેવીઓ, મારું સાંભળો; તમારી જાતને શુદ્ધ કરો અને તમારા પૂર્વજોના ઈશ્વર પ્રભુના મંદિરને શુદ્ધ કરો. મંદિરને અશુદ્ધ કરનારી સઘળી વસ્તુઓ તેમાંથી દૂર કરો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 તેણે તેઓને કહ્યું, “લેવીઓ, મારી વાત સાંભળો! તમે પોતાને શુદ્ધ કરો, તમારા પિતૃઓના ઈશ્વરના સભાસ્થાનને પણ શુદ્ધ કરો અને એ પવિત્રસ્થાનમાં જે કંઈ મલિનતા હોય તેને દૂર કરો. Viz kapitolaપવિત્ર બાઈબલ5 “લેવીઓ, મારી વાત સાંભળો; અત્યારે તમે વિધિપૂર્વક દેહશુદ્ધિ કરો, અને તમારા પિતૃઓના દેવ યહોવાના મંદિરની પણ શુદ્ધિ કરો, અને એ પવિત્રધામમાં જે કઇં ગંદવાડ પેસી ગયો છે તે બધો હઠાવી દો. Viz kapitola |