રોમનોને પત્ર 2:1 - પવિત્ર બાઇબલ C.L.1 હે મારા મિત્ર, શું તું બીજાનો ન્યાય કરવા બેસે છે? તું ગમે તે કેમ ન હોય, તું પોતાનો બચાવ કરી શકે તેમ નથી. કારણ, તું જેમાં બીજાનો ન્યાય કરે છે, તેમાં જ તું તારી જાતને પણ દોષિત ઠરાવે છે. તેઓ જે કરે છે, તે તું પણ કરે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 એ માટે, હે [બીજાઓનો] ન્યાય કરનાર માણસ, તું ગમે તે હોય, તું બહાનું કાઢી શકશે નહિ. કેમ કે જે બાબત વિષે તું બીજાનો ન્યાય કરે છે, તેમાં તું પોતાને અપરાધી ઠરાવે છે, કેમ કે તું ન્યાય કરનાર પોતે પણ તે જ કામો કરે છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 તેથી, હે બીજાઓનો ન્યાય કરનાર મનુષ્ય, તું ગમે તે હોય, પણ બહાનું કાઢી શકશે નહિ, કેમ કે જે વિષે તું બીજાનો ન્યાય કરે છે તેમાં તું પોતાને અપરાધી ઠરાવે છે; કેમ કે ન્યાય કરનાર તું પોતે પણ એવાં જ કામ કરે છે. Viz kapitolaપવિત્ર બાઈબલ1 જો તમે એમ માનતા હો કે તમે બીજા લોકોનો ન્યાય કરી શકો છો, તે એ તમારી ભૂલ છે. તમે પોતે પણ પાપથી અપરાધી થયેલા છો. તમે બીજા લોકોનો ન્યાય કરવાનો પ્રયત્ન કરો છો. પરંતુ તેઓની માફક તમે પણ ખરાબ કર્મો કરવામાં રચ્યાપચ્યા રહો છો. બીજા લોકોને અપરાધી સિદ્ધ કરવાની પ્રવૃતિ કરીને ખરેખર તો તમે પોતે અપરાધી ઠરો છો. Viz kapitola |