ગણના 36:8 - પવિત્ર બાઇબલ C.L.8 “જો કોઈ છોકરીને ઇઝરાયલના કોઈ કુળમાં વારસો મળે તો તેણે પોતાના પિતાના કુળના જ કુટુંબમાંના પુરુષ સાથે લગ્ન કરવું. જેથી પ્રત્યેક ઇઝરાયલી વ્યક્તિ પોતપોતાના પૂર્વજોનો વારસો ભોગવે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 અને ઇઝરાયલી લોકોના કોઈ પણ કુળમાં વારસો પામેલી પ્રત્યેક છોકરી પોતાના પિતાના કુળના કુટુંબમાંના કોઈની સાથે પરણે, એ માટે કે ઇઝરાયલીઓમાંનો પ્રત્યેક જન પોતપોતાના પિતૃઓનો વારસો ભોગવે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 ઇઝરાયલી લોકોની મધ્યે વારસો પામેલી દરેક સ્ત્રી પોતાના પિતૃઓના કુટુંબમાંના કોઈની સાથે લગ્ન કરે. એટલા માટે કે ઇઝરાયલી લોકોમાંના દરેકને પોતાના પિતૃઓનો વારસો મળે. Viz kapitolaપવિત્ર બાઈબલ8 જે તે કૂળસમૂહની જમીન જે તે કૂળસમૂહમાં જ વારસામાં સદાને માંટે જળવાઈ રહેવી જોઈએ, કોઈ પણ ઇસ્રાએલી સ્ત્રીને પિતાની જમીનનો વારસો મળ્યો હોય તો તેણે પોતાના કૂળસમૂહના જ કોઈ કુટુંબમાં પરણવું, Viz kapitola |