ગણના 19:13 - પવિત્ર બાઇબલ C.L.13 જો કોઈ માણસ મૃતદેહનો સ્પર્શ કરે અને પોતાને શુદ્ધ ન કરે તો તે અશુદ્ધ રહે છે. કારણ, તેના પર શુદ્ધિકરણનું પાણી રેડવામાં આવ્યું નથી. તે પ્રભુના મંડપને અશુદ્ધ કરે છે. એવા માણસનો બહિષ્કાર કરવો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 જો કોઈ મરેલા માણસના મુડદાનો સ્પર્શ કરે, ને તેમ છતાં પોતાને શુદ્ધ ન કરે, તો તે યહોવાના મંડપને વટાળે છે; અને તે માણસ ઇઝરાયલમાંથી અલગ કરાય; કેમ કે તેના પર શુદ્ધિનું પાણી છંટાયું નહોતું, તે અશુદ્ધ ગણાય. હજી તેના પર પોતાનું અશુદ્ધપણું છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 જે કોઈ મૃત્યુ પામેલા વ્યક્તિનો એટલે કે, મૃત્યુ પામેલા માણસનાં શરીરનો સ્પર્શ કરે અને પોતાને શુદ્ધ ન કરે, તો તે યહોવાહના મુલાકાતમંડપને અશુદ્ધ કરે છે. તેને ઇઝરાયલમાંથી વંચિત કરાય કેમ કે તેના પર શુદ્ધિજળ છાંટવામાં આવ્યું નહોતું. તે અશુદ્ધ ગણાય; તેના પર હજી પોતાનું અશુદ્ધપણું છે. Viz kapitolaપવિત્ર બાઈબલ13 જે કોઈ મનુષ્ય મૃતદેહને સ્પર્શ કર્યા પછી જણાવેલી રીત મુજબ પોતાને શુદ્ધ નહિ કરે તો તે યહોવાના મુલાકાતમંડપને અશુદ્ધ કરે છે. તેના પર શુદ્ધિજળ છાંટવામાં આવ્યું નથી તેથી તેવા માંણસનો બહિષ્કાર કરવો, કારણ કે તે યહોવાના મંદિરને અપવિત્ર કરે છે. Viz kapitola |