માલાખી 3:3 - પવિત્ર બાઇબલ C.L.3 રૂપાને ગાળીને શુદ્ધ કરનારની જેમ તે ન્યાય કરવા આવનાર છે. સુવર્ણકાર જેમ સોનારૂપાને ગાળીને શુદ્ધ કરે છે, તેમ પ્રભુનો સંદેશક યજ્ઞકારોને શુદ્ધ કરશે, એ માટે કે તેઓ પ્રભુ સમક્ષ યોગ્ય પ્રકારનાં અર્પણ લાવે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 તે રૂપું ગાળનાર તથા શુદ્ધ કરનારની જેમ બિરાજશે, ને તે લેવીના પુત્રોને શુદ્ધ કરીને ચોખ્ખા સોનારૂપા જેવા કરશે; અને તેઓ યહોવાને ન્યાયીપણાથી અર્પણો ચઢાવશે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 તે ચાંદી ગાળનાર તથા શુદ્ધ કરનારની જેમ ન્યાય કરવા બિરાજશે. તે લેવીના દીકરાઓને શુદ્ધ કરશે. તે તેમને સોના તથા ચાંદી જેવા શુદ્ધ કરશે, તેઓ યહોવાહને ન્યાયીપણાનું અર્પણ ચઢાવશે. Viz kapitolaપવિત્ર બાઈબલ3 તે રૂપું ગાળનાર તથા શુદ્ધ કરનારની જેમ બિરાજશે. ને તે લેવીના પુત્રોને પવિત્ર કરીને અને ચોખ્ખાં સોનારૂપા જેવા કરીને સાચી રીતે અર્પણો કરાવડાવશે. Viz kapitola |