લેવીય 25:50 - પવિત્ર બાઇબલ C.L.50-52 ખરીદનારે તેને માટે ચૂકવેલી કિંમત તે વેચાયો ત્યારથી ઋણમુક્તિના વર્ષ સુધીની ગણાય. તે મુક્ત થવા માગે ત્યારે ઋણમુક્તિના વર્ષને આવવાને જેટલાં વર્ષ બાકી રહ્યાં હોય તે પ્રમાણે તેણે પોતાનું મુક્તિમૂલ્ય ચૂકવી આપવું જોઈએ. વધારે વર્ષ બાકી હોય તો વધારે અને ઓછાં બાકી હોય તો ઓછું મૂલ્ય ચૂકવી આપવાનું રહે. મૂલ્ય મજૂરના દૈનિક વેતનના પ્રમાણમાં ગણવામાં આવે. એટલે ઋણમુક્તિના વર્ષમાં બાકી રહેલાં વર્ષ પ્રમાણે મજૂરીના વેતન જેટલી રકમ તે ચૂકવે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)50 અને જેણે તેને ખરીદ્યો હોય, એની સાથે જે વર્ષે તે વેચાયો હોય ત્યાંથી માંડીને તે જુબિલીના વર્ષ સુધી ગણે, અને તે વર્ષોની સંખ્યા પ્રમાણે તેના વેચણાનું મૂલ્ય થાય. ચાકરના દિવસો પ્રમાણે તે તેની સાથે રહે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201950 તેણે પોતાને ખરીદેલી વ્યક્તિ સાથે ગણતરી કરવી; તે વેચાયો હોય તે વર્ષથી માંડીને તે જ્યુબિલીના વર્ષ સુધી ગણે; અને તે વર્ષોની સંખ્યા પ્રમાણે તેના વેચાણનું મૂલ્ય થાય. ચાકરના દિવસો પ્રમાણે તે તેની સાથે રહે. Viz kapitolaપવિત્ર બાઈબલ50 “તેના છુટકારાની કિંમત જુબિલી વર્ષને જેટલા વર્ષ બાકી હોય તે પ્રમાંણે ગણવામાં આવે, બાકી રહેલાં વર્ષો માંટે પગારે રાખેલા ચાકરનો ખર્ચ કેટલો થાય તે, Viz kapitola |