લેવીય 22:23 - પવિત્ર બાઇબલ C.L.23 સ્વૈચ્છિકબલિ તરીકે વાછરડા કે ઘેટામાંથી તમે ઠીંગણું કે વિરૂપ પ્રાણી ચડાવી શકો, પરંતુ માનતા પૂરી કરવા માટેના બલિમાં તેવું પ્રાણી સ્વીકારાશે નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 જે બળદને કે હલવાનને અધિકાંગ કે કમાંગ હોય, તેવાને ઐચ્છિકાર્પણ તરીકે ચઢાવવાની તને છૂટ છે. પણ માનતાને માટે તે માન્ય નહિ કરાય. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 જો કોઈ બળદ અથવા ઘેટું યહોવાહને અર્પણ કરવામાં આવે અને જો તેને વધારાના અંગો કે ઓછા અંગો હોય તેવાને ઐચ્છિકાર્પણ તરીકે અર્પણ કરવાની છૂટ છે પણ માનતાને સારુ તે માન્ય નહિ કરાય. Viz kapitolaપવિત્ર બાઈબલ23 “જો કોઈ બળદ અથવા ઘેટું યહોવાને અર્પણ કરવામાં આવે અને જો તેને બહુ લાંબો પગ હોય અથવા પગનો સરખો વિકાસ ન થયો હોય, તો તેનો વિશેષ ભેટ તરીકે વધ કરી શકાય પણ તેને માંનતા કે પ્રતિજ્ઞા પૂરી કરવા માંટે અર્પણ કરી શકાય નહિ. Viz kapitola |