યર્મિયા 35:15 - પવિત્ર બાઇબલ C.L.15 મેં મારા સંદેશવાહક સેવકોને તમારી પાસે મોકલીને વારંવાર આગ્રહથી કહેવડાવ્યું છે કે, તમારાં દુષ્ટ આચરણ તજો અને તમારાં કાર્યો સુધારો. અન્ય દેવોને અનુસરી તેમની પૂજા ન કરો; જેથી મેં તમને તથા તમારા પૂર્વજોને આપેલ દેશમાં તમે વસી શકશો, પણ તમે ધ્યાન આપ્યું નહિ, અને મારી વાણી સાંભળી નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 મેં પ્રાત:કાળે ઊઠીને મારા સર્વ સેવકોને એટલે મારા પ્રબોધકોને તમારી પાસે મોકલ્યા, ને કહ્યું કે, તમે તમારા દુષ્ટ માર્ગોથી ફરો, ને તમારી કરણીઓ સુધારો, ને અન્ય દેવોની પાછળ વંઠી જઈને તેઓની ઉપાસના ન કરો, તો જે દેશ મેં તમને તથા તમારા પૂર્વજોને આપ્યો છે તેમાં તમે વસશો, પણ તમે કાન ધર્યો નહિ, ને મારું સાંભળ્યું નહિ. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 મેં એક પછી એક પ્રબોધકોને તમારી પાસે મોકલીને કહેવડાવ્યું કે, ‘તમારા દુષ્ટ માર્ગોથી પાછા ફરો તથા અન્ય દેવોની પૂજા કરવાનું બંધ કરો; તો જે દેશ મેં તમને તથા તમારા પિતૃઓને આપ્યો છે તેમાં તમે વસશો; પણ તમે કાન ધર્યા નહિ અને મારું સાંભળ્યું નહિ. Viz kapitolaપવિત્ર બાઈબલ15 મેં એક પછી એક પ્રબોધકોને તમારી પાસે મોકલીને કહેવડાવ્યું કે, તમારા દુષ્ટ માર્ગોથી પાછા ફરો તથા અન્ય દેવોની પૂજા કરવાનું બંધ કરો. તો જે દેશ મેં તમને તથા તમારા પિતૃઓને આપ્યો છે તેમાં તમે વસશો; પણ તમે કાન ધર્યા નહિ, ને મારું સાંભળ્યું નહિ. Viz kapitola |