યર્મિયા 3:12 - પવિત્ર બાઇબલ C.L.12 તું ઉત્તરમાં જા અને ઇઝરાયલને કહે, આ પ્રભુનો સંદેશ છે: હે મારો ત્યાગ કરનાર ઇઝરાયલ, મારી તરફ પાછી ફર; કારણ, હું પ્રભુ દયાળુ છું અને તેથી હું તારી સાથે અંટસ રાખીશ નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 તું જઈને આ વચનો ઉત્તર તરફ જાહેર કરીને કહે, ‘હે મારો ત્યાગ કરનાર ઇઝરાયલ, તું ફર, યહોવા એમ કહે છે; હું ક્રોધાયમાન દષ્ટિથી તમને જોઈશ નહિ; કેમ કે યહોવા કહે છે કે, હું દયાળું છું, હું સર્વકાળ [કોપ] કાયમ રાખીશ નહિ. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 તેથી જાઓ અને ઉત્તર દિશામાં આ શબ્દો જાહેર કરીને કહે કે, હે મારો ત્યાગ કરનાર ઇઝરાયલ પાછા આવો યહોવાહ એમ કહે છે કે, હવે હું તારી વિમુખ ક્રોધે ભરાઈને દ્રષ્ટિ નહિ કરું. કેમ કે યહોવાહ કહે છે હું દયાળુ છું હું સર્વકાળ માટે કોપ રાખીશ નહિ. Viz kapitolaપવિત્ર બાઈબલ12 તેથી જા અને ઉત્તર દિશામાં, આ શબ્દો જાહેર કરીને કહે, ‘અવિશ્વાસુ ઇસ્રાએલને મારી પાસે પાછા આવવા માટે કહે.’ એવું યહોવા કહે છે. ‘હવે હું તેમની પર મારા ભવા નહિ ચઢાવું કે તારી સામે ક્રોધે ભરાઇને નહિ જોઉ, કેમકે હું દયાળુ છું’ એવું યહોવા કહે છે. ‘હું હંમેશના માટે ક્રોધે નહી ભરાઉં. Viz kapitola |