યર્મિયા 22:10 - પવિત્ર બાઇબલ C.L.10 હે યહૂદિયાના લોકો, યોશિયાના મૃત્યુ માટે વિલાપ કરશો નહિ, અને તેને માટે શોક કરશો નહિ; પણ બંદી તરીકે જનાર રાજા માટે હૈયાફાટ રુદન કરશે, કારણ, તે કદી પાછો આવવાનો નથી અને ફરી વતન જોવા પામશે નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 મૂએલાને માટે ન રડો, તેને માટે શોક ન કરો; પણ જે [સ્વદેશમાંથી] જાય છે તેને માટે બહુ રડો; કેમ કે તે પાછો આવશે નહિ, ને પોતાની જન્મભૂમિને ફરી જોવા પામશે નહિ. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 યહૂદિયાના લોકો જે મૃત્યુ પામ્યા છે તેને માટે રડો નહિ, તેમ જ તેનો શોક પણ ન કરશો; પણ જે સ્વદેશમાંથી જાય છે તેને માટે હૈયાફાટ રુદન કરો, કેમ કે તે કદી પાછો આવવાનો નથી. તે ફરી પોતાની કુટુંબને જોવા પામશે નહિ.” Viz kapitolaપવિત્ર બાઈબલ10 યહૂદિયાના લોકો, જે મૃત્યુ પામ્યા છે તેને માટે ચિંતા કરશો નહિ, તેમ તેનો શોક પણ ન કરશો; પણ જે ચાલ્યો ગયો છે તેને માટે હૈયાફાટ રૂદન કરજો, કારણ તે કદી પાછો આવવાનો નથી. તે કદી ફરી જન્મભૂમિના દર્શન કરવાનો નથી. Viz kapitola |