યશાયા 2:4 - પવિત્ર બાઇબલ C.L.4 તે મહાન રાષ્ટ્રોનો ન્યાય કરશે. તે તેમના ઝઘડા પતાવશે. તેઓ પોતાની તલવારો ટીપીને તેમાંથી હળપૂણીઓ અને પોતાના ભાલામાંથી દાતરડાં બનાવશે. પ્રજાઓ ફરીથી યુદ્ધે ચડશે નહિ, અને ફરીથી લડાઈની તાલીમ લેશે નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 તે વિદેશીઓમાં ઇનસાફ કરશે, તે ઘણા લોકોનો ચૂકાદો કરશે; અને તેઓ પોતાની તરવારોને ટીપીને કોશો, અને પોતાના ભાલાઓનાં ધારિયાં બનાવશે. પ્રજાઓ એકબીજીની વિરુદ્ધ તરવાર ઉગામશે નહિ, અને તેઓ ફરીથી યુદ્ધકળા શીખશે નહિ. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 તે વિદેશીઓમાં ઇનસાફ કરશે અને ઘણા લોકોનો ન્યાય કરશે; તેઓ પોતાની તલવારોને ટીપીને હળના ફળાં અને પોતાના ભાલાઓનાં ધારિયાં બનાવશે; પ્રજાઓ એકબીજાની વિરુદ્ધ તલવાર ઉગામશે નહિ અને તેઓ ફરીથી યુદ્ધકળા શીખશે નહિ. Viz kapitolaપવિત્ર બાઈબલ4 તે વિદેશીઓમાં ન્યાય કરશે. તે અસંખ્ય પ્રજાઓનો ન્યાય કરશે. ત્યારે લોકો તરવારને ટીપીને હળનાં ફળાં બનાવશે તથા ભાલાઓનાઁ દાંતરડાં બનાવશે; પ્રજાઓ એકબીજા સામે તરવાર નહિ ઉગામે કે કદી યુદ્ધની તાલીમ નહિ લે. Viz kapitola |