સભાશિક્ષક 8:17 - પવિત્ર બાઇબલ C.L.17 તો પણ તે આ દુનિયામાં ઈશ્વરનાં કાર્યોનો ભેદ સમજી શક્તા નથી. કોઈક બુદ્ધિમાન વ્યક્તિ તે ભેદ જાણવાનો દાવો કરતી હોય, તો પણ તે એ સત્ય જાણી શક્તી નથી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 ત્યારે મેં ઈશ્વરનું બધું કામ જોયું કે, પૃથ્વી ઉપર જે કામ થાય છે તેનો પત્તો માણસ મેળવી શકે નહિ; કેમ કે તેનો પત્તો મેળવવાને માણસ ગમે તેટલી મહેનત કરે તોપણ તેને તે મળશે નહિ; બલકે તે કોઈ બુદ્ધિમાન પુરુષ હોય, તોપણ તે તેની શોધ કરી શકશે નહિ. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 ત્યારે મેં ઈશ્વરનું સઘળું કામ જોયું કે પૃથ્વી પર જે કંઈ કામ થાય છે, તેની માહિતી માણસ મેળવી શકે નહિ. કેમ કે તેની માહિતી મેળવવાને માણસ ગમે તેટલી મહેનત કરે તોપણ તેને તે મળશે નહિ. કદાચ કોઈ બુદ્ધિમાન માણસ હોય તો પણ તે તેની પૂરી શોધ કરી શકશે નહિ. Viz kapitolaપવિત્ર બાઈબલ17 પરંતુ દેવ જે કાંઇ કરે છે એનો અર્થ તે પામી શકે તેમ નથી. કદાચ કોઇ જ્ઞાની માણસ એમ માને કે એ સર્વ જાણે છે, પણ હકીકતમાં તે કશું જાણતો નથી, તેનો પત્તો મેળવવા માણસ ગમે તેટલી મહેનત કરે તો પણ તેને તે મળશે નહિ; અરે! તે કોઇ બુદ્ધિમાન વ્યકિત હોય, તો પણ તે તેની શોધ કરી શકશે નહિ. Viz kapitola |