પુનર્નિયમ 3:2 - પવિત્ર બાઇબલ C.L.2 પરંતુ પ્રભુએ મને કહ્યું, ‘તેનાથી ડરી જઈશ નહિ. કારણ, હું તેને, તેના સૈન્યને તથા તેના દેશને તારે હવાલે કરીશ અને હેશ્બોનમાં રાજ કરનાર અમોરીઓના રાજા સિહોનની જેવી દુર્દશા તેં કરી તેવી તેની પણ કરજે.’ Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 અને યહોવાએ મને કહ્યું કે, તેનાથી તું ડરીશ નહિ, કેમ કે મેં તેને તથા તેના સર્વ લોકને તથા તેના દેશને તારા હાથમાં સોંપ્યા છે. અને અમોરીઓનો રાજા સિહોન જે હેશ્બોનમાં રહેતો હતો તેને તેં કર્યું તેમ જ એને પણ કર.’ Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 યહોવાહે મને કહ્યું, “તેનાથી તું બીશ નહિ; કારણ કે, મેં તેને તેના સર્વ લોકને અને તેના દેશને તારા હાથમાં સોંપ્યા છે. અને અમોરીનો રાજા સીહોન જે હેશ્બોનમાં રહેતો હતો તેને તેં જેવું કર્યું તેવુ જ તેને પણ કર.” Viz kapitolaપવિત્ર બાઈબલ2 પરંતુ યહોવાએ મને કહ્યું, ‘એનાથી તું ડરતો ના, કારણ કે, મેં તેને એની આખી સેના અને તેના પ્રદેશ સાથે તારા હાથમાં સોંપી દીધો છે. મેં જે હાલ હેશ્બોનના રહેતા આમ્મોનીઓના રાજા સીહોનના કર્યા તેવા જ હાલ તું એના કર.’ Viz kapitola |