દાનિયેલ 8:4 - પવિત્ર બાઇબલ C.L.4 મેં ઘેટાને પશ્ર્વિમ, ઉત્તર અને દક્ષિણ તરફ શિંગડાં મારતો જોયો. તેને કોઈ પ્રાણી રોકી શકાયું નહિ કે તેની તાક્તનો મુકાબલો કરી શકાયું નહિ. પોતાને ફાવે તેમ તે કરી શક્તો હતો અને તેથી તે ઘમંડી બની ગયો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 મેં તે મેંઢાને પશ્ચિમ તરફ, ઉત્તર તરફ તથા દક્ષિણ તરફ માથાં મારતો જોયો. અને કોઈ પણ જાનવર તેની આગળ ટકી શકતું નહોતું, ને તેના હાથમાંથી છોડાવી શકે એવું કોઈ પણ નહોતું; તે પોતાની મરજી પ્રમાણે કરતો હતો, ને બડાઈ મારતો હતો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 મેં તે બકરાને પશ્ચિમ તરફ, ઉત્તર તરફ અને દક્ષિણ તરફ શિંગડાં મારતો જોયો; તેની આગળ બીજું કોઈ પશુ ઊભું રહી શકતું નહોતું. તેની પાસેથી કોઈ પોતાને છોડાવી શકે એમ નહોતું. તે પોતાની મરજી પ્રમાણે કરતો હતો અને ઘમંડ કરતો હતો. Viz kapitolaપવિત્ર બાઈબલ4 મેં એ મેંઢાને પશ્ચિમમાં, ઉત્તરમાં અને દક્ષિણમાં શિંગડા મારતો જોયો. તેની આગળ કોઇ પ્રાણી ટકી શકે એમ નહોતું, અને એના પંજામાંથી કોઇ છોડાવી શકે એમ નહોતું. તે મરજીમાં આવે તેમ કરતો હતો અને અભિમાની બની ગયો હતો. Viz kapitola |