દાનિયેલ 2:35 - પવિત્ર બાઇબલ C.L.35 તરત જ લોખંડ, માટી, તાંબુ, ચાંદી અને સોનું ભાંગીને ભૂકો થઈ ગયાં અને ઉનાળામાં ખળાની ધૂળ જેવા બની ગયાં. પવનથી એ બધું એવું ઊડી ગયું કે એનું નામનિશાન રહ્યું નહિ. પણ પેલો પથ્થર મોટો પર્વત બની ગયો અને તેનાથી આખી પૃથ્વી ભરાઈ ગઈ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)35 ત્યાર પછી લોઢું, માટી, પિત્તળ, રૂપું તથા સોનું તમામને ભાંગીને ચૂરેચૂરા કરવામાં આવ્યા, તે ઉનાળાના ખાળમાંના ભૂસા જેવાં થઈ ગયાં; અને પવન તેમને એવી રીતે [ઊડાડી] લઈ ગયો કે તેમનું ઠામઠેકાણું રહ્યું નહિ. જે શિલાએ મૂર્તિને ભાંગી નાખી તેનો એક મોટો પર્વત થઈ ગયો, ને તેની આખી પૃથ્વી ભરાઈ ગઈ. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201935 પછી લોખંડ, માટી, કાંસું, ચાંદી અને સોનું બધાના ટુકડેટુકડા થઈ ગયા. અને તે ઉનાળાંમાં ખળામાંના ભૂસાની માફક થઈ ગયાં. પવન તેમને એવી રીતે ઉડાડીને લઈ ગયો કે ક્યાંય તેમનું નામોનિશાન રહ્યું નહિ. પણ જે પથ્થર મૂર્તિ સાથે પછડાયો હતો તે મોટો પર્વત બની ગયો અને તેનાથી આખી પૃથ્વી ભરાઈ ગઈ. Viz kapitolaપવિત્ર બાઈબલ35 એ પછી લોખંડ, માટી, કાંસા, ચાંદી અને સોનું બધાંના ટુકડેટુકડા થઇ ગયા અને ઉનાળામાં અનાજ ઝૂડવાના ખળામાંના ભૂસાની જેમ પવન તેમને એવો તો ઉડાડીને લઇ ગયો કે, ક્યાંય તેમનું નામોનિશાન ન રહ્યું. પણ જે પથ્થર મૂર્તિ સાથે પછડાયો હતો તે વધીને મોટો પર્વત બની ગયો અને તેનાથી આખી પૃથ્વી ભરાઇ ગઇ. Viz kapitola |